- વોર્ડ 10 માં ડોર ટુ ડોરની ગાડીની અનિયમિતતા ગાડીઓના અભાવ
- પૂરતી સ્વચ્છતાના અભાવ સહિતના મુદ્દે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરી કેટલા ગંભીર સવાલો કર્યા હતા
વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓના પ્રતાપે લોકોને બિસ્માર રોડ રસ્તા દૂષિત પાણી સ્વચ્છતા મામલે પૂરતું આયોજન ન હોવું જેવી વિવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે તેવામાં આજરોજ વોર્ડ 10 ની કચેરીમાં ભાયલીના પૂર્વ સરપંચ દર્શન પટેલ રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓએ વિસ્તારના ગંદકીના પ્રશ્નોને લઈને અધિકારીને રજૂઆત કરી હતી તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતનું મિશન વોર્ડ નંબર 10 ના અધિકારીઓ જ પૂરું થવા દેતા નથી સ્વચ્છતા ની ડોર ટુ ડોર ગાડીઓ વિસ્તારના લોકોની સંખ્યા ની તુલનામાં ઓછી છે જે છે તે પણ અનિયમિત આવે છે સાથે કેટલીક ગાડીઓ ભંગારની દુકાન આગળ લાંબા સમય સુધી ઊભી રહીને ગાડીમાંથી મળેલ ભંગાર વેચતા હોય છે જ્યાં સમય વેડફાતો હોય છે તેવું સામે આવ્યું છે તેમને વધુમાં જણાવ્યું હતું કે આ અંગે રજૂઆત કરતા ભંગાર વાળાને ઉદ્યો દંડ કરાયો છે આ સંદર્ભે તેઓએ આક્ષેપો સાથે કેટલાક ગંભીર સવાલો પણ કર્યા હતા
ઉલ્લેખની છે અગાઉ વડોદરાની અંદર નિર્ધારિત જગ્યા ઉપર સિલ્વર કલરની કચરા પેટીઓ મુકાઈ હતી આ કચરાપેટીઓ પ્રજા ટેસ્ટના પૈસાથી જ આવી હતી જોકે થોડા સમય બાદ કોઈ અધિકારીને આ નિર્ણય યોગ્ય ન લાગતા હાલ વડોદરા શહેરમાંથી ઠેર ઠેર કચરાપેટીઓ હટાવી દેવાઇ છે બીજી તરફ કચરાની જે ગાડીઓ છે તે દિવસમાં એક વાર આવે છે તેમાં પણ કેટલીક સ્થળોએ તો આવતી નથી અને આવે તો અનિયમિત હોય છે તેવા પણ પ્રજાના આક્ષેપો છે જો કોઈ ઘરમાં રહેતા સદસ્યો વહેલી સવારથી નોકરીએ ધંધાએ જતા હોય દિવસે ઘરમાં કોઈ હાજર ન હોય કે ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક હોય જે ગાડીમાં કચરો નાખી શકવા અસમર્થ હોય એવું પણ બને છે અને સાંજના ઘરે પરત ફરતા હોય ત્યારે તેમને કચરો કઈ જગ્યાએ નાખવો તેનો કોઈ વિકલ્પ નથી
સ્વચ્છ શહેર હોવું અગત્યનું છે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ વિના પૂરતા આયોજન વિના દંડ કરવો તે પણ યોગ્ય નથી તેવું પણ પ્રજાનું માનવું છે શહેરને સ્વચ્છ રાખવા ખાલી કચરાની ગાડીઓ ઉપર જ નિર્ભય થઈ જવું તે કેટલું યોગ્ય તેમ પણ લોકો પૂછી રહ્યા છે અગાઉની જેમ નિર્ધારિત જગ્યાએ ડસ્બીનો હતા તેવા વિકલ્પો પણ આપવા જોઈએ જેથી પ્રજાને અનુકૂળ સમયે તેમના ઘરનો કચરો તેઓ તેવા સ્થળે નાખી શકે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે બાકી હાલની કચરાના ગાડીની વ્યવસ્થા શહેરને સ્વચ્છ કરવા કરતાં કોન્ટ્રાક્ટરોને વધુ લાભ અપાવતી હોય અને પાલિકાની તિજોરીને સ્વચ્છ કરતી હોય તેવી પણ પ્રજામાં ચર્ચાઓ છે
