કેવડિયામાં મંગળવારે યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બુધવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે માર્ગ સુરક્ષા રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે ડીજીપી વિકાસ સહાયના હસ્તે બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નિયમિત રીતે હેલ્મેટ પહેરવાની શપથ લેવડાવવામાં આવી હતી. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ જવાનો તથા ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રેલીમાં ભાગ લીધો હતો.
પ્લેકાર્ડ સાથે બાઇક રેલીના માધ્યમથી ટ્રાફિક જાગૃતિના સંદેશા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. “સીટ બેલ્ટ અને હેલ્મેટ જીવન બચાવે છે”, “ઝડપથી નહીં સલામતીથી ચાલો” જેવા સૂત્રો સાથે બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્ય તથા દેશભરમાં થતા રોડ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા ચિંતાજનક છે. સરકાર અને પોલીસ બંને સતત પ્રયત્નશીલ છે કે કેવી રીતે આ અકસ્માતોની સંખ્યા ઓછી કરી શકાય. “હેલ્મેટ પહેરવાનું માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ પોતાના જીવનની સુરક્ષા માટે આવશ્યક છે,” તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં સિવિક સેન્સ ઓછો જોવા મળે છે લોકોમાં સિવિક સેન્સ આવે તે જરૂરી છે આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.
માર્ગ સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની
