દર ગુરુવારની જેમ આજરોજ પણ વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના કાર્યાલય અટલ જન સેવા કેન્દ્ર ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આધાર કાર્ડ સુધારા-વધારા, આયુષ્માન વય વંદના કાર્ડ , રેશનકાર્ડ ઇ-કેવાયસી સહિતની વિવિધ જનકલ્યાણકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ પોસ્ટ વિભાગ દ્વારા ચલાવાતી અકસ્માત સુરક્ષા વીમા યોજના અંગેની પણ કાર્યવાહી થઈ હતી આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો છેલ્લા ઘણા સમયથી દર ગુરુવારે આ સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે સાંસદ ડૉ. હેમાંગ જોશીનો હેતુ એ છે નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળે મળે. વડોદરા લોકસભા વિસ્તારમાં વધુમાં વધુ લોકોને સરકારની દરેક સેવા પહોંચે તે માટે આવા કેમ્પો સતત યોજવામાં આવી રહ્યા છે
