સાયકલની શોધ 19મી સદીની શરૂઆતમાં યુરોપમાં થઈ હતી. 1817માં જર્મનીના કાર્લ વોન ડ્રેઇસે “લોફમશીન” નામની લાકડાની સાયકલ બનાવી, જેમાં પેડલ નહોતાં – એને પગથી ધકેલી આગળ વધવી પડતી. ત્યારબાદ 1860ના દાયકામાં ફ્રાન્સમાં પહેલી પેડલવાળી “વેલોસિપેડ” સાયકલ આવી. વર્ષો દરમિયાન ડિઝાઇનમાં સુધારા થતા આજની હળવી, આરામદાયક અને આધુનિક સાયકલો મળી. આજ સાયકલ માત્ર વાહન નથી, પણ સ્વાસ્થ્ય, રમતગમત, પર્યાવરણ અને જીવનશૈલીનું પ્રતિક બની ગઈ છે.
આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા અભિયાનને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું અધ્યક્ષસ્થાન વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી નરસિંહા કોમરે કર્યું હતું. પોલીસ કમિશ્નરે હરિયાળો ઝંડો બતાવી રેલીને ફ્લેગ ઓફ કરી હતી.
રેલી પોલીસ ભવનથી શરૂ થઈ, રાજમહેલ રોડ અને લાલબાગ બ્રિજ પરથી આગળ વધતી પ્રતાપનગર પોલીસ મુખ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં નગરજનો, વિદ્યાર્થીઓ તથા વડોદરાના સાયકલિંગ કલબના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ખાસ વાત એ રહી કે વડોદરાથી લંડન સુધી સાયકલ પ્રવાસ કરનારી નિશા કુમારી પણ આ રેલીમાં સાયકલ સાથે જોડાઈ, જેના કારણે સૌમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાયકલિંગના ફાયદા ઓમા
શરીરને ફિટ અને તંદુરસ્ત રાખે છે, પર્યાવરણ માટે અનુકૂળ, પ્રદૂષણ ઘટાડે છે, ટ્રાફિકમાં ઘટાડો કરી શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવે છે દિવસે દિવસે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવો વચ્ચે સાઇકલ આર્થિક બચત પણ કરે છે
આ સાયકલ રેલી વડોદરામાં માત્ર આરોગ્ય જાગૃતિ જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપી સફળ બની હતી. 🚴♀️🌱
