Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી બાળકો સહિત 20 લોકોનું રેસ્ક્યૂ કરાયુ હતું.
  • ભારત

ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી બાળકો સહિત 20 લોકોનું રેસ્ક્યૂ કરાયુ હતું.

Lokmat News Vadodara December 3, 2025 1 min read
7

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે લાગેલી ગંભીર આગે ચકચાર મચાવી હતી. કોમ્પ્લેક્સમાં આવેલી 3-4 હોસ્પિટલોને ધુમાડાનો ઘેરાવો થવાથી ભારે દોડધામ મચી ગઈ હતી. તેમાં ખાસ કરીને નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ નાનાં બાળકોને બચાવવા ફાયર બ્રિગેડે બચાવ કાર્ય હાથ ધર્યું હતું.ફાયર ઓફિસર મુજબ, આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ એટલે કે પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી. પહેલા માળે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલની બારીનો કાચ તોડી, સીડીની મદદથી બાળકો સહિત અંદાજે 19–20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ કાબૂમાં આવતા તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ભાવનગર મનપાના કમિશનરે જણાવ્યું હતું કે આગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા કચરામાં લાગી હતી, જેના ધુમાડાની અસર હોસ્પિટલના દર્દીઓ પર પડતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું ચોક્કસ કારણ જાણી યોગ્ય પગલાં લેવા તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે ફાયર ટીમની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. તાત્કાલિક કાર્યવાહી હેઠળ સમગ્ર કોમ્પ્લેક્સ ખાલી કરાવી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો.આગ બુઝાવવાની કામગીરીમાં 5 ફાયર ફાઇટરો સાથે 50થી વધુ કર્મચારીઓ તહેનાત રહ્યા હતા. શહેરમાં આવી ઘટના બાદ સુરક્ષા મુદ્દાઓને લઈ ફરી ચર્ચા શરૂ થઈ છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 14

Post navigation

Previous: વડોદરામાં રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી જોડી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ હતી
Next: રણોલી ગામમાં પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.