નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીની સાંસદ ગ્રાન્ટમાંથી 10 સ્માર્ટ બાલવાટિકા અને 35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાન ભોજન શેડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. અંદાજિત 101 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લના વરદહસ્તે કરવામાં આવ્યું.
આ લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં સવારના 10:30 કલાકે થયું હતું. આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કંયુર રોકડિયા, મનિષાબેન વકીલ, પાલિકાના પદાધિકારીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના આચાર્ય-શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
