શહેરના પાણીગેટ માંડવી રોડ ઉપર સોમવારે અડધી રાત્રે 3:00 વાગ્યે પસાર થઈ રહેલી માજલપુરના શ્રીજી ની સવારી ઉપર ઈંડા ફેકીને શહેરનું વાતાવરણ ડહોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે બુધવારે અદાલત પાસેથી ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે પહોંચી આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પોલીસ કમિશનરને કરી હતી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે સંસ્કારી ધાર્મિક નગરી વડોદરામાં તમામ ધર્મના તહેવારો શાંતિ અને ઉત્સાહપૂર્વક ઉજવાય છે પરંતુ વડોદરા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરનાર કેટલાક અસામાજિક તત્વોએ જે પ્રયાસ કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ પોલીસ કમિશનર તેમજ સમગ્ર પોલીસ વિભાગની કામગીરી તેઓએ વખાણી છે
સાથે જ તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય
કેમકે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય વોટબેંક ઉભી કરવા માટે કેટલાક છમકલા કરાવવાનો પ્રયત્ન કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરી પર અમને વિશ્વાસ છે અને આની ઊંડાણપૂર્વક તપાસની રજૂઆત આજે પોલીસ કમિશનરને કરી છે
