વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું હતું કે અમે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનું જણાવ્યું
વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તંત્રની તમામ પ્રકારની તૈયારી છે હાલ અમે સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ કાળજી રાખી રહ્યા છે પંપની જરૂરિયાત છે એ એક્ટિવેટ કર્યા છે મુએબલ પંપને પણ એક્ટિવ કરી રાખ્યા છે જે તે જરૂરી તમામ પગલાં લેવાઈ રહ્યા છે હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું.
હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલોલ તરફથી આજવામાં આવતા પાણી પર પણ નજર રાખવામાં આવી રહી છે હાલની સ્થિતિ જોતા અને વરસાદી કાસ અને વિશ્વામિત્રી ની જે કામગીરી થઈ છે તેને લઈને પાણીની કેપેસિટી વધી છે ત્યારે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્રને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે.
