વડોદરા: ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ સાથે શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે, વાઘોડિયા રોડ સ્થિત વિશ્વનેત્ર યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રાનો પ્રારંભ ઉમા ચાર રસ્તાથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રીજીની આગમન યાત્રા ફાયર બ્રિગેડ સૂર્યનગર વાઘોડિયા રોડ સ્થિત સ્થાપના સ્થળે પહોંચી હતી. ત્યાં વિધિપૂર્વક ગણપતિ બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ આગમન યાત્રામાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાળુઓ સાથે મળીને આ ધાર્મિક પ્રસંગનો આનંદ માણ્યો હતો. ઉપસ્થિતિતો એ ગજાનંદ ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતાનો પાવન પ્રસંગ પણ છે. વિઘ્નહર્તા ગજાનનના આગમન સાથે શહેરમાં આનંદ, ભક્તિ અને ઉત્સવનો માહોલ વ્યાપી ગયો છે. આવનારા દસ દિવસ સુધી શહેરભરના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપના સ્થળોએ ભક્તો માટે વિશેષ કાર્યક્રમો, આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
