મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામ નગરમાં રુદ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ સ્વરૂપની ગણેશ પ્રતિમા ડેકોરેશન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની થીમની પ્રતિમા સ્થાપના કરવામાં આવશે રુદ્ર યુવક મંડળ દ્વારા સુશેન ચાર રસ્તાથી ભગવાન ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું વિસ્તારના શ્રધ્ધાળુ લોકો મોટી સંખ્યામાં મકરપુરાના રાજાની આગમન યાત્રામાં જોડાયા હતા
