Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશોની રેહણાક વિસ્તારમાં ચાલી રહેલ કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે અધિકારીને રજૂઆત
  • ભારત

સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશોની રેહણાક વિસ્તારમાં ચાલી રહેલ કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે અધિકારીને રજૂઆત

Lokmat News Vadodara December 1, 2025 1 min read
4

સેવાસી વિસ્તારમાં આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશો આજે રેહણાક વિસ્તારમાં ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે

વાંધો રજૂ કરવા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા

વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશો આજે રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે વાંધો રજૂ કરવા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીના A-3 ટાવરના નવમા અને દસમા માળે રહેણાંક ફ્લેટોને ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં અલગ–અલગ શહેરો અને રાજ્યોથી તેમજ વિદેશી લોકો પણ ટૂંકા સમય માટે રોકાયા કરે છે. અહીં બે કલાક, સાત કલાક કે બે દિવસ માટે અજાણ્યા લોકો આવતા જતા હોવાની બાબતે રહીશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.તેમનો આક્ષેપ હતો કે ગેસ્ટ હાઉસ જેવી પ્રવૃત્તિ ચાલવા છતાં કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવતું નથી. શહેર પોલીસ તંત્ર હોટલો અને ગેસ્ટ હાઉસમાં મુલાકાત લેતી વખતે દસ્તાવેજો તથા રજીસ્ટર મેન્ટેન કરવાની સૂચના આપતું હોવા છતાં આ સોસાયટીમાં કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘના થઈ રહી છે. સોસાયટીના સેક્રેટરીએ પણ સ્વીકાર્યું હતું કે અહીં વિવિધ રાજ્યો અને દેશોના લોકો રહેવા આવે છે, જ્યારે કોઈ કરાર, વેરિફિકેશન કે મેરિટાઈમ રેકોર્ડ જાળવાતો નથી. રહીશોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં આ મુદ્દે વીએમસીને લેખિત અરજી કરવામાં આવી હતી, પરંતુ માત્ર નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.સ્થાનિકોએ કહ્યું હતું કે ગેરકાયદેસર ગેસ્ટ હાઉસના કારણે  કેટલીક શંકાશીલ પ્રવૃત્તિઓ ચાલવાના સંકેતો મળી રહ્યા છે અને રહેવા આવતા અજાણ્યા લોકોના કારણે તેમની તથા બાળકોની સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. રહીશો ભાયલી તાલુકા પોલીસ પાસે પણ રજુઆત કરી આવ્યા હતા, પરંતુ ત્યાંના પોલીસ અધિકારીના વર્તન અંગે પણ તેમણે અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી. સતત રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતાં આજે લોકોએ બેનરો અને પોસ્ટરો સાથે મોરચો કાઢી વડોદરા મહાનગરપાલિકા અધિકારી સુરેશ તુવેરને આવેદનપત્ર આપીને સોસાયટીમાં ચાલતી  કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવા ત્વરિત પગલાં લેવાની માંગણી કરી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું 11 મહિનાના કોન્ટ્રાક્ટ તરીકે કોઈને રેન્ટ પર મકાન અપાય તેનો પણ અમને વાંધો નથી હાલ ચાલતી પ્રવૃત્તિથી અમને સતત ચિંતા રહેતી હોય છે આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાયા હતા. રહેવાસી રવિ પૂર્ણાની અને મેઘા શાહે જણાવ્યું હતું કે ટૂંકા ગાળે રહેવા આવનારી અજાણ્યાઓની વધતી અવરજવરથી વિસ્તારમાં શંકાશીલ પ્રવૃત્તિઓ વધી રહી છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં કોઈ પગલા લેવાતા નથી, જેના કારણે આજે તેઓને પાલિકા સુધી આવવું પડ્યું છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 19

Post navigation

Previous: સાયન્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા પરીક્ષાની તારીખોમા ફેરફાર કરવા સહિતના મુદ્દે આવેદપત્ર આપી રજૂઆત કરી હતી
Next: વડોદરામાં 2 થી 4 ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2nd પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2025 નું ભવ્ય આયોજન

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.