સુભાનપુરા વિસ્તારમાં આવેલ જયશ્રી લક્ષ્મીવિલાસ સોસાયટીમાં આ વર્ષે પણ શ્રદ્ધાભાવે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે ગણેશજીની પ્રતિમાની સ્થાપના બાદ સાંજની પ્રથમ આરતીના પાવન પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, ACP ‘B’ ડિવિઝન આર.ડી. કવા, ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાખિયા તથા પીસીબી પીઆઇ ચિરાગ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓએ ઉપસ્થિત પોલીસ અધિકારીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. બાદમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત અધિકારીઓએ વિઘ્નહર્તા ગજાનંદની આરતી કરી અને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આરતીના પવિત્ર ક્ષણોમાં સોસાયટીના રહેવાસીઓ, નાના બાળકો તથા વડીલો સૌ ભક્તિભાવથી જોડાયા હતા. દીપ પ્રગટાવાની વિધિ અને ઘંટના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે
વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે આરતીમાં ભાગ લઇ સૌને ઉત્સવને શ્રદ્ધા, સમરસતા અને એકતા સાથે ઉજવવા પ્રેરણા આપી હતી. સાથે જ તેમણે સામાજિક સભાનતા જાળવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ટ્રાફિકમાં અવરોધ રૂપન બનીયે, મ્યુઝિક સિસ્ટમ નિયમ અનુસાર વગાડીએ જેથી નાના બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ઉત્સવની ઉજવણી કરીએ. સાથે જં તેમને વડોદરાના નગરજનો પર ગણપતિ બપ્પાના આશીર્વાદ બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી
