ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ચાલી રહેલા ગણેશોત્સવના વિસર્જન કાર્યક્રમને લઈ વડોદરા મહાનગરપાલિકાની કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ તથા સિટી એન્જિનિયર અધ્યક્ષસ્થાને રહ્યા હતા. બેઠક દરમિયાન કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના પ્રતિનિધિઓ જોડાયા હતા.
વિસર્જન પ્રસંગે કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાણી, લાઇટ, બેરીકેટિંગ, સ્ટેજ તથા વિસર્જન માટે આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી.
ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને પૂરતી વ્યવસ્થા સાથે થાય તે માટે પોલીસ તથા કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંયુક્ત સંકલન અંગે ખાસ ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત, વિસર્જન યાત્રા આવતા રૂટ પર પેચ વર્કની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પોલીસ વિભાગ દ્વારા વિસર્જનની યાદી રાખવામાં આવશે જેથી તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.
