વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની આજ રોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં શુદ્ધ અને સતત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છાણી વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની ટાંકી પર પહોંચ્યા હતા.તેમણે ટાંકીની હાલત, સફાઈની પ્રક્રિયા તેમજ પાણીના સ્તર અને સપ્લાય લાઈનના ટેક્નિકલ પાસાં અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સૂચના આપી કે પાણી પુરવઠા વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે જરૂરી સુધારા હાથ ધરવામાં આવે.
મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે પણ વાતચીત કરી અને પાણી પુરવઠા અંગેના તેમના અભિપ્રાયો સાંભળ્યા. છાણી વિસ્તારમાં કમિશનરની આ મુલાકાત બાદ નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે કે નગરનિગમ સ્વચ્છ અને નિયમિત પાણી પુરવઠા માટે પ્રતિબદ્ધ છે.
