પીસીબીને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની hyundai creta ગાડી જેના આગળના ભાગે રજીસ્ટર નંબર નથી તેમ જ પાછળના ભાગે આરટીઓનો નંબર છે એ ફોર વ્હીલર માં ઇંગલિશ દારૂ ભરી બે ઈસમો વડોદરા શહેરમાં વાઘોડિયા ચોકડી થી પ્રવેશ કરવાના છે અને આ દારૂ સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ વડોદરાને પહોંચાડવાનો છે અને થોડી જ વારમાં જેવો અત્રેથી પ્રસાર થનાર છે જે હકીકત આધારે માહિતી વાળી જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ફોરવીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે સ ઈસમોને શોધી કાઢી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલા આરોપીઓના નામમાં ભરતભાઈ નંદુભાઈ રાઠવા રહે ગામ રંગપુર પટેલ ફળિયું હાટ બજાર પાસે તથા દિલીપભાઈ જયંતીભાઈ રાઠવા રહે ગામ કાછેલ નિશાળ ફળિયુ પ્રાથમિક શાળાની બાજુમાં તથા નહીં પકડાયેલા આરોપીઓમાં દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ વડોદરા ને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. પીસીબીએ 3, લાખ 720 નો દારૂ એક મોબાઈલ એક ફોરવીલર મળી કુલ રૂપિયા 9,05,720 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
