વડોદરા શહેરના સેન્ટર ડેપોના ઇન એન્ડ આઉટ ડોરમેટરીમાં મહિનાથી રોકાયેલા એક આરોપી પાસે વડોદરા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બે પિસ્તોલ 65 કારતૂસ ત્રણ મેગેઝીન મળી આવ્યા હતા 85 લાખના ચેક બાઉન્સના ગુનામાં જેલમાં પેરોલ જમ્પ કરી સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ વડોદરા, અમદાવાદમાં વધુ બે આર્મ્સ એક્ટના ગુના ગઈકાલે નોંધાયા હતા. હિંમતનગર કોર્ટે રૂપિયા ૮૫ લાખના ચેક રિટર્ન કેસમાં કિરીટ પટેલ રહે ઉમેદપુર ઈડર સાબરકાંઠા ને 2021 માં અઢી વર્ષની સજા કરી હતી. આ ગુનામાં કિરીટ જુલાઈ 2022 માં જેલમાંથી 15 દિવસની વચગાળાના જામીન ઉપર છુટ્યો હતો જે બાદ કિરીટ પટેલ પેરોલ જમ્પ કરી ભાગતો કરતો હતો કિરીટ એક મહિનાથી વડોદરા સેન્ટર એસટી ડેપોમાં આવેલ ઇન એન્ડ આઉટ ડોરમેટરી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. જે બાતમી આધારે વડોદરા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગઈકાલે તપાસ કરી હતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ડોરમેટ્રી ના લોકરમાં છુપાવેલ બેગમાંથી દેશી મેગેઝીન સાથેની દેશી પિસ્તોલ 20 કારતુસ રોકડા રૂપિયા 26,000 ફોન અને આધાર કાર્ડ સાથે કોલ રૂપિયા 58,200 નો મુદ્દા માલ કબજે કર્યો હતો જે અંગે સયાજીગંજ પોલીસ મથકે કિરીટ પટેલ સામે આર્મ્સ એક્ટ નો ગુનો નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અમદાવાદમાં કિરીટ પાસેથી મળેલી બેગમાંથી એક પિસ્તોલ બે મેગેઝીન 45 જીવતા કારતુસ એક ફોન અને રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 80,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
