Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • વડોદરામાં યુનિટી માર્ચને ભવ્ય આવકાર, નવલખી મેદાન ખાતે લોકડાયરાએ બાંધી સમા
  • વડોદરા

વડોદરામાં યુનિટી માર્ચને ભવ્ય આવકાર, નવલખી મેદાન ખાતે લોકડાયરાએ બાંધી સમા

Lokmat News Vadodara November 30, 2025 1 min read
7

વડોદરા શહેરમાં યુનિટી માર્ચ નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચતા ભારે ભીડ ઉમટી પડી હતી. એક તરફ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હતી, તો બીજી તરફ પોલીસ દ્વારા પ્રવેશમાં થોડી આડચણ ઊભી થતાં ચકમક જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છતાં અંદર પ્રવેશ ન મળતા નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા.નવલખી મેદાન ખાતે ‘સરદાર ગાથા’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમ છતાં મેદાનના પાછળના ભાગ — ખાસ કરીને B2, A3, B3 અને રોમા બ્લોક વિસ્તારોમાં — એક સાથે 20-20 કે તેથી વધુ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. અન્ય વિસ્તારોમાં પણ છૂટી છવાઈ ખાલી બેઠકો જોવા મળી હતી. કોર્પોરેશનની સમિતિઓના પૂર્વ ચેરમેન, પૂર્વ કોર્પોરેટરો તથા ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો માટે રિઝર્વ બેઠકની વ્યવસ્થા ન હોવાથી ઘણા અગ્રણીઓને ઉભા રહીને કાર્યક્રમ જોવો પડ્યો હતો.ડાયરાના મુખ્ય કલાકાર કિર્તીદાન ગઢવી અંદાજે પોણો કલાક મોડા આવ્યા, પરંતુ તેઓએ જેમજ તેમનો ડાયરો શરૂ કર્યો કે અગાઉ ખાલી દેખાતી ખુરશીઓ પણ ઝડપથી ભરાવા લાગી.રાત્રે યુનિટી માર્ચના અવસરે નવલખી મેદાન ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, મંત્રીઓ, કોર્પોરેટરો, ભાજપના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કિર્તીદાન ગઢવીએ ભગવાન શ્રીકૃષ્ણ પર આધારિત ભક્તિગીતો રજૂ કર્યા હતા. તેમના ગાયન સાથે સમગ્ર મેદાનમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. ડાયરાના સંગીત પર મેયર પિંકીબેન સોની સહિત કોર્પોરેટરો અને મહિલા અગ્રણીઓ ગરબા રમતા નજરે પડ્યા હતા.યૂનિટી માર્ચના સ્વાગત અને લોકડાયરા સાથે શહેરમાં સાંસ્કૃતિક ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 28

Post navigation

Previous: સંસ્કારી નગરીમાં નશાના વેપારને બંધ કરવાની માંગ સાથે જન આક્રોશ રેલી યોજાઇ
Next: વડોદરામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુર દ્વારા યોગા, સાઉન્ડબાથ અને સેવા કાર્યક્રમોનું આયોજન

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.