વડોદરા શહેરની નવી કલેકટર કચેરી ખાતે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા જિલ્લા નિવાસી કલેક્ટરને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શહેરની પ્રજાને અસર કરતાં મહત્વના મુદ્દાઓને રજુ કરી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં જણાવાયું છે કે શહેરના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ મોટા પ્રમાણમાં માસ CL પર ઉતરી ગયા છે. ગુજરાત એસેન્શિયલ સર્વિસેસ એક્ટ મુજબ જાહેર સેવાઓ બજાવતા સરકારી અધિકારીઓ હડતાલ અથવા સામૂહિક રજાઓ લઈ શકતા નથી; જો તેઓ એવું કરે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે વડોદરાની પ્રજા વિવિધ નાગરિક સમસ્યાઓથી હેરાન છે, છતાં અધિકારીઓ ફરજ પરથી ગેરહાજર છે, તેવી આક્ષેપભરી રજૂઆત કોંગ્રેસે કરી હતી.શહેર કોગ્રેસ
પ્રમુખ ઋત્વિજ જોષીએ મ્યુનિસિપલ કમિશનર સામે પણ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમા નવરાત્રી પહેલાં બી ફોર નવરાત્રીમા ચાર કલાકના કાર્યક્રમ માટે 53 લાખનો ખર્ચ,નો મુદ્દો ઉઠાવ્યો હતો.
દિવાળી દરમિયાન લાઇટિંગ અને ડેકોરેશન પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ, જે વરસાદમાં ‘મેકઅપ’ની જેમ ઉતરી ગયો હતો, જેવા મુદ્દાઓને લઈ તેઓએ સવાલ કર્યો હતો સાથે જ કેટલાક અધિકારીઓની જોઈનિંગ સમયેની સંપત્તિ અને હાલની સંપત્તિ વચ્ચેના તફાવત મુદ્દે પણ ઋત્વિજ જોષીએ કડક સવાલો ઉઠાવ્યા હતા.
આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે માંગણી કરી છે કે શહેરની પ્રજાને અસર કરતી જાહેર સેવાઓ તાત્કાલિક પુનઃ કાર્યરત કરવામાં આવે અને તમામ સંબંધિત અધિકારીઓ તરત ફરજ પર હાજર રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવે.
અને એસેન્સિલ સર્વિસમાં હોય અને કર્મચારીઓમાં સેલ પર ઉતરી ગયા હોય તો તેમની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે મુદ્દો પણ રજૂ કર્યો હતો કોંગ્રેસ દ્વારા આપેલ આવેદન સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા મીડિયામાં માહિતી આપી હતી
