સરદાર વલ્લભભાઈ પટેલના 150 મા જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય યુનિટી માર્ચ તા. ૨૬ નવેમ્બર થી તા.૬ ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી થઈ રહી છે જે વડોદરા જિલ્લામાં સિંધરોટ મુકામે આવી પહોંચી હતી જેના સ્વાગત માટે , જિલ્લા મોરચાના સૌ હોદેદારો, જિલ્લા ભાજપના સૌ કારોબારી સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જિલ્લાના પદાધિકારીઓ સભ્યો બીજેપી કાર્યકરોએ સિંધરોટ મુકામે આવી પહોંચ્યા હતા સિંધરોટ મુકામે રાષ્ટ્રીય યુનિટી માર્ચ યાત્રા આવી પહોંચી હતી જેમાં મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા પણ જોડાયા હતા રાષ્ટ્રીય યુનિટી માર્ચ સિંધરોટ ખાતે આવી પહોંચતા વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ. ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા .કરજણના ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલ. પાદરા ના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સાથે બીજેપી અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ પણ રાષ્ટ્રીય યુનીટી માર્ચનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોએ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરી હતી
