તાંદલજા વિસ્તારમાં પત્ની સાથે રહેતા 32 વર્ષીય યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી કરી હોવાનો ધટસ્પોટ થયો છે. 18 મી નવેમ્બરે ઈર્શાદ વણઝારા નામના યુવકનું શંકાસ્પદ મૃત્યુ થયા બાદ આ મૃત્યુ સામાન્ય મૃત્યુ ગણિ તેની દફનવિધિ કરી નાખવામાં આવી હતી પરંતુ મૃતકના પરિવારજનોને મૃત્યુને લઈ શંકા થતા પાંચ દિવસ બાદ ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં ઈર્શાદનું ગળું દબાવી હત્યા ની૫જાવવામાં આવી હોવાનો ઘટસ્પોટ થયો છે. પોલીસે આ મામલે મૃતકની પત્ની તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. ડીસીપી મંજીતા વણઝારા એ મામલે જણાવ્યું હતું કે યુવકના મૃતદેહના પીએમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી પતિની હત્યા કરી હતી હવે આ મામલે હત્યાનો ગુનો દાખલ થશે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
