વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિમાં, પુષ્ટિમાર્ગના ૫૫૦ વર્ષના દૈવી ઇતિહાસને ઉજાગર કરતા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંગલ પ્રારંભ આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન સાથે કરવામાં આવ્યું.VYO ની ૧૫ વર્ષની અવિરત સેવા અને વ્રજધામના ૨૫ વર્ષના સુવર્ણ પંથને સ્મરણાર્થ આયોજિત આ ભવ્ય મહોત્સવના આરંભ પ્રસંગે પૂજ્ય ગોસ્વામીશ્રીના વરદ હસ્તે ભૂમિપૂજન વિધિ યોજાઇ હતી.આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડો. જયપ્રકાશભાઈ સોની, શહેર બીજેપી પૂર્વ પ્રમુખ ડો. વિજયભાઈ શાહ તથા નગરસેવકો તેમજ વૈષ્ણવ સમાજના લોકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.તારીખ ૨૪/૧૧/૨૫, સોમવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે યોજાયેલ આ પવિત્ર ભૂમિપૂજન સાથે મહોત્સવની ઐતિહાસિક શરૂઆત થઇ છે, જે આવનારા સમયમાં વૈષ્ણવ સંસ્કૃતિ, ભક્તિ અને સેવાભાવનો વૈશ્વિક સ્તરે પ્રસાર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
