વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ મહાકાળી નગર ખાતે આજે પેવર બ્લોક નાખવાની કામગીરીના શુભારંભ માટે કોર્પોરેટરો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
સંસ્કારી નગરી વડોદરાને સ્માર્ટ સિટી તરીકે વધુ વિકસિત બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર 5ના બાપોદ વિસ્તારના મહાકાળી નગરમાં આજે ચૂંટાયેલા નગરસેવકો દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસ્તારની કોર્પોરેટર તેજલબેન વ્યાસ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, ભાજપના કાર્યકરો તેમજ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
