વડોદરા મધ્યસ્થ જેલ ખાતે લાલો ફિલ્મ બતાવવામાં આવી હતી આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે કૃષ્ણ ભગવાનનુ પાત્ર ભજવનાર શ્રુહદ ગોસ્વામી સહિતની ટીમ બંદીવાનો સાથે બેસીને ફિલ્મ નિહાળી હતી આ ફિલ્મ બતાવવામાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી મદદરૂપ બન્યા હતા તેઓનો મહત્વનો ફાળો રહ્યો છે આ સંદર્ભે વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક ઉષા
રાડાએ જણાવ્યું હતું કે સાંસદ હેમાંગ જોશી ની મદદથી અને લાલો મુવી ની આખી ટીમની મદદથી લાલો મુવી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને બતાવવામાં આવી હતી આ ફિલ્મની એક થીમ છે કે માણસ સારા અને ખોટા બંને રસ્તે જઈ શકે છે આ ફિલ્મમાં પરિવાર પ્રત્યેની
જવાબદારીમા અને મિત્ર સાથેની સોબતથી ખોટા રસ્તે ચડે છે અને ક્રિમિનલ કામ સુધી પહોંચી જાય છે તે તમામ બાબતો બતાવવામાં આવે છે જિંદગીમાં સંઘર્ષના સમયે આડે રસ્તે જાય છે તે બાબત આ ફિલ્મમાં દર્શાવાઇ છે આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનના પાત્રથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ અંગે જેલમાં રહેલા કેદીભાઈઓને પણ થોડું ખ્યાલ આવે કે જીવન આવી રીતે જીવી શકાય છેઅને આવા સમયે ભટકતા જીવનને અટકાવી શકાય છે તેઓના જીવનમાં પરિવર્તન આવે તેવા હેતુ સાથે આ ફિલ્મ બતાવવામાં આવી છે
સેન્ટ્રલ જેલમાં આ ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર અને ક્રિષ્ના ભગવાનનું પાત્ર ભજવનાર કલાકાર સાથે આખી 25 થી 30 લોકોને ટીમ ઉપસ્થિત રહી હતી
