તાલુકા પંચાયત વડોદરાની કારોબારી સમિતિની બેઠક તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરના 12 કલાકે મળી હતી વડોદરા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલના અધ્યક્ષપણા હેઠળ આ બેઠક યોજાઇ હતી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં એજન્ડા ઉપરના કામોમાં 21/07/ 2025 ના રોજ મળેલ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવા 21/ 7 /2025 ની બેઠકની અમલવારી નોંધ ને બહાલ રાખવા બાબત તાલુકા પંચાયત વડોદરાની સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા બાબત ઓફિસ માટે જરૂરી નવીન કોમ્પ્યુટર , 100 રીમ કાગળ A4 70 GSM ની ખરીદી
કોમ્પ્યુટર રૂમમાં આવેલ ઝેરોક્ષ મશીન રીપેરીંગ કરવા બાબત તથા ઓફિસ માટે કોમ્પ્યુટર પ્રિન્ટર રીપેરીંગ તથા પ્રિન્ટર રિફિલિંગનો વાર્ષિક ઇજારો આપવા બાબત જરૂરી નિર્ણય ચર્ચા વિચારણા કરી લેવાયો હતો
તાલુકા પંચાયત વડોદરા કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે દિવાળી પછીની પ્રથમ કારોબારી હતી પાછલા કામોની બહાલી આપવાનો એજન્ડા હતો. અને નવેસરથી જે કંઈ ગ્રાન્ટ આવશે અત્યારે તો અમારે બજેટ પ્રમાણે એકાદ કરોડની ગ્રાન્ટ છે પણ હમણાં અમે આયોજન પ્લાનિંગ નથી કરતા બીજી ગ્રાન્ટ આવે એટલે સાથે આગળના કામોનું આયોજન કરીશું ગ્રાન્ટ ઓછી હોવાના કારણે નવા કામો લેવાયા નથી ગ્રાન્ટ ઓછી હોવાના કારણે અમે બધા કારોબારીના સભ્યોએ નિર્ણય લીધો છે કે સાથે મોટું આયોજન થાય
ડિસેમ્બર જાન્યુઆરીમાં ગ્રાન્ટ આવશે ત્યારે આગળનું આયોજન કરીશું
