વડોદરાના તાંદલજા વિસ્તારમા ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમા દિવસે બહાર કાઢવામાં આવ્યો છે મોબાઇલની તપાસ કરતાં શંકા થઈ હતી પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 18 મી નવેમ્બરની રાત્રીએ આ ઘટના ઘટી હતી પરિવારે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે ૩૨ વર્ગીય ઈર્શાદ વણઝારા ની હત્યા તેની પત્ની ગુલબાનું એ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોશીફ અને અન્ય સાથે મળીને ષડયંત્ર રચીને હત્યા કરી હતી . જોકે પરિવારજનો એ આકસ્મિક મૃત્યુ થયું હોવાનું માનીને 19 મી નવેમ્બરના રોજ ઈર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતા તેને પત્ની ગુલબાનું ના મોબાઈલ ફોનની તપાસ કરી હતી . આ તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે પત્ની એ સતત કોઈ એક નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી આ શંકાના આધારે હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષના યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઈર્શાદ બંજારા નું મૃત્યુ શરૂઆતમાં એક સામાન્ય મૃત્યુ લાગ્યું હતું પરંતુ પત્નીના ચહેરા ઉપર કોઈ પ્રકારનો શોખ ન જોવા મળતા પરિવાર જનોના મનમાં શંકા ગઈ હતી જેથી તેમને જેપી પોલીસ મથકે રજૂઆત કરી હતી જે બાદ અધિકારીઓએ મૃતદેહને બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો જેપી રોડ પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે પીએમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ આ સમગ્ર મામલે સાચી હકીકત સામે આવશે.
