કપુરાઈ પોલીસને બાતમી મળી હતી.કે આસીફ મોહમ્મદ હુસેન વોરા પોતાની ઓટો રિક્ષામાં દેશી દારૂ લઈ નીકળેલ છે જે આજવા ચોકડીથી પસાર થનાર છે જે બાતમી વાળી જગ્યાએ આવી વોચ તપાસ કરતા
બાતમી વાળી રિક્ષા આવતી જણાતા તેને રોકી તેને કોડન કરી રીક્ષા ચાલક ને નીચે ઉતારી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ આસિફ વોરા રહે 206 -1 ઊંડા ફળિયા કબીર મંદિર પાસે ફતેપુરા વડોદરા શહેર હોવાનું જણાવ્યું હતું રીક્ષામાં તપાસ કરતા દેશી દારૂ કિંમત 37200 નો મુદ્દામાલ મળી આવતા રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી પોલીસે દેશી દારૂ ઓટો રીક્ષા મળી કુલ 1,17,200 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો
