ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની સૂચનાથી વડોદરા શહેર કોંગ્રેસની કારોબારી બેઠકનું આજરોજ લાડભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢીયાર વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આં અવસરે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં અગત્યના મુદ્દા ઉપર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મીટીંગ છે આ મિટિંગનું ફોકસ છે ત્રણ ઓક્ટોબરથી 10 મી ઓક્ટોબર દરમિયાન વોટ ચોરીના મુદ્દે એક જબરજસ્ત રાજ્યવ્યાપી વડોદરા શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે ગુજરાત અને દેશમાં જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી ચરમશીમાએ પહોંચી છે હિંદુ મુસ્લિમ મંદિર મસ્જિદ આરએસએસ બીજેપીની રાજનીતિના કારણે સમાજના ભાગલા પડ્યા મીડિયા નો બહુ જ મોટો વર્ગ ઉદ્યોગપતિઓના ઇન્વેસ્ટમેન્ટના કારણે ફક્ત નરેન્દ્ર મોદીનું વાજુ વગાડતો રહ્યો આ તમામ છતાં વિદેશી બેંકમાં પડેલ કાળું નાણું નહીં જ આવ્યું ખાતામાં 15 લાખ નહીં જ આવ્યા બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી જ રહી આના કારણે સંઘ પરિવાર ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાકો ફીડબેક હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી એનો રસ્તો શું કાઢવો એટલા માટે આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક ઘરમાં અઢીસો લોકો વોટર 86 વોટર 150 વોટર કઈ રીતે હોય સાચા મતદારના નામ ડીલીટ થઈ જાય જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થઈ જાય આ જે બધું ધુપ્પલ ચાલ્યું છે એનો રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે એક્સપોઝ કર્યું છે આવો જ ખુલાસો ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ કર્યો છે આ મુદ્દે આખા ગુજરાતમાં વડોદરા શહેર જિલ્લામાં જનજાગૃતિ કરવા ત્રીજી ઓક્ટોબર થી 10 મી ઓક્ટોબર સુધી એક આખી સહી ઝુંબેશ લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસમાં રાખી સંગઠન મજબૂત થાય અને 2017માં ભાજપને બરાબર જડબાતોડ જવાબ આપી ઉખાડી ફેકીએ એવા નિર્ધાર સાથે વડોદરા શહેર જિલ્લાના કારોબારીનું આયોજન કર્યું છે
