દેશભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ અટકવાનું નામ નથી લેતો લોકશાહીની અંદર જો પ્રજા કોઈ વસ્તુ ન ઈચ્છતી હોય તો પ્રજાના નિર્ણયનો સન્માન થવો જોઈએ પણ તેમ છતાં સરકાર અમુક સ્થાપીત હોતોને ને ફાયદો કરાવવા માટે
તેવી નીતિઓ જોર જબરજસ્તી થી લોકો પર ઠોકી બેસાડાતી હોય છે
વડોદર શહેરના વોર્ડ નં. 8માં આવેલ સર્વેશ્વર ફ્લેટમાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરને લઈને કડક વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. જીઈબીના કર્મચારીઓએ સ્થાનિકોને જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે અને કેટલાક કેસોમાં પોલીસની ધમકી આપી બિનઇચ્છિત મીટર લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. હતા
સ્થાનિકોએ આક્ષેપો સાથે જણાવ્યુ કે, આ નિર્ણય બે પૂર્વ કોર્પોરેટર્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો.સ્થાનિકોએ આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીનો સંપર્ક કર્યો હતો વિરેન્દ્ર રામી પરમેશ્વર ફ્લેટ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોની સાથે રહી સ્માર્ટ મીટરના વિરોધમાં કડક રોષ વ્યકત કર્યો.
વિરેન્દ્ર રામી તથા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “બીજેપીના આટલા વર્ષોના શાસન બાદ પણ શહેરમાં સારા રસ્તા નથી શુદ્ધ અને પૂરતા પ્રેસરથી લોકોને પાણી મળતું નથી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે સ્ટ્રીટ લાઈટ ના ઠેકાણા નથી આવી ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ પણ શાસકો આપી શક્યા નથી અને અમુક સ્થાપીત હિતો ને ફાયદો કરાવવા નવા ગતકડા કરે છે સ્થાનિકોને ધમકી આપીને સ્માર્ટ મીટર લગાવવાનું યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે કેટલાક નિષ્ણાતો દ્વારા સ્માર્ટ મીટરને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે, દેશમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વિવિધ વિસ્તારોમાં વિરોધ નોંધાયો છે.
