મુજમુંહડા અકોટા રોડ પર ભુવો પડતા તંત્રની ગુણવત્તા વિહીન કામગીરી ફરી એક વાર સામે આવે છે હાલ તો એક તરફનો જ માર્ગ ચાલુ હોવાથી હોવાનું સમારકામ વહેલી તકે કરાયુ હતુ પણ સ્થાનિકોના આક્ષેપો અનુસાર તેમાં ફરી પાછી ગુણવત્તા જળવાઈ નથી. વડોદરા શહેરમાં સત્તાધીશો વહીવટી તંત્રના અધિકારો અને કોન્ટ્રાક્ટરોના પ્રતાપે શહેરમાં એક ગણો ત્યાં દસ સમસ્યા જોવા મળે છે વડોદરા શહેરના દરેક રસ્તા ઉપર કોઈ આયોજન વગરની થતી કામગીરીમાં કોઈ વાર રસ્તામાં પાણીની લાઈન નખાય કે ગટરની લાઈન નખાય છે કે પાછી કોઈ એજન્સી આવીને ગેસની લાઈન નાખે કે કેબલ નાખતા હોય છે પરિણામે સતત બનેલા રસ્તા ઉપર ખોદકામ થતું જ હોય છે દીર્ધદ્રષ્ટિના અભાવના કારણે અથવા તો જાણી જોઈને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની નીતિના કારણે સતત કામગીરી થતી હોય છે અને પ્રજાને હેરાન ગતિ ભોગવી પડે છે. મુજ મહુડા થી અકોટા માર્ગ ઉપર વારંવાર પડતા ભુવાનું કારણ તથા આ ભૂવા પુરાણમાં ટેક્નિકલ રીતે કામગીરી કર્યા વગર પુરાયો હોવાના કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘે આક્ષેપો કર્યા હતા વારંવાર પડતા ભુવા સંદર્ભે જણાવ્યું હતું કે ગટર લાઈનની કામગીરી ચાલુ છે એમા યોગ્ય કામગીરી થતી નથી જે લોખંડના ગડરો બેસાડી રહ્યા છે એ પ્રેશર મશીનની જગ્યા પર હિટાચીના મશીનના પાવડા થી ઠોકી ઠોકી બેસાડી રહ્યા છે હજી આવનારા સમય માં આના કારણે ભુવા પડશે અમર વાધનું કેહવું હતુ સંબંધિત તંત્ર આ મામલે ગંભીર બને અને ગુણવત્તા યુક્ત કામગીરી કરે તેવી લોકમાગ છે.
