મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈ વિવાદે આવતી હોય છે આજે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં એ.બી.વી.પી. સંગઠનના કાર્યકર્તાઓ જમવા બેઠા હતા તે દરમિયાન એક ગંભીર બનાવ સામે આવ્યો હતો…વિદ્યાર્થીનીઓના આક્ષેપ અનુસાર અનુસાર સાયન્સ કેન્ટીનમાં બેઠેલા ત્રણ યુનિવર્સિટી બહારના યુવકો દ્વારા એ.બી.વી.પી. સંગઠનની વિદ્યાર્થીની કાર્યકર્તાઓ સાથે સ્ટોકિંગ સ્ટેરની ઘટના બની હતી વિદ્યાર્થીનીઓએ પોતાની જગ્યા બદલ્યા બાદ પણ આ સંસ્કાર વિહીન યુવકો વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હતા બહાર નીકળતા ધક્કો માર્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનીનો મોબાઇલ પડી ગયો હતો વિદ્યાર્થીનીઓએ સોરી કહેવાનું કહેતા યુનિવર્સિટી બહારના યુવકોએ બહાર હોવો જોઈ લઈશું ની ધમકી આપી હતી વિદ્યાર્થીનીઓએ કેન્ટિંગમાં ફરિયાદ કરવા જતા યોગ્ય સહકાર સાંપળ્યો ન હતો વિજિલન્સને આઈકાર્ડ ચેક કરવા કહેતા વિજિલન્સ દ્વારા પણ કોઈ એક્શન ન લેવાયાના આક્ષેપો કર્યા હતા યુનિવર્સિટી સ્તરે પણ આ મામલે ગંભીરતા દાખવી ફરિયાદની કાર્યવાહી કરી નથી જેથી વિદ્યાર્થીનીઓએ પોતે ફરિયાદની તૈયારી દર્શાવી હતી આ મામલે વિજિલન્સ નો કોન્ટ્રાક્ટ બદલાવો જોઈએ અથવા તો આઈકાર્ડ ચેક સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વિદ્યાર્થીની અગ્રણી દર્શની પટેલે જણાવ્યું હતુંએ.બી.વી.પી. કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય બે યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.એબીવીપી એમ.એસ યુ અધ્યક્ષ વેદ ત્રિવેદી દ્વારા સમગ્ર બાબત જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની SHE ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ SHE ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
