વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ આજરોજ વોર્ડ નંબર 11 માં પશુઓના તબેલા માંથી લાઇસન્સ વગરના પશુ કબજે કરી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી
હાલમાં વિકાસના નામે સિમેન્ટ કોકીટના જંગલો ઉભા થયા છે શહેરો ગામડા સુધી વિકસિત થઈ જતા ગોચરો છીનવાઈ છે મનુષ્ય અને પાલતું પશુઓનું વર્ષોથી સહ અસ્તિત્વ જોવા મળે છે ગામડાઓમાં આજે પણ પશુઓ સાથે મનુષ્ય સરળતાથી રહે છે પણ શહેરમાં હવે કેટલાક લોકોને પશુ ગમતા નથી પશુપાલન સાથે સંકળાયેલ અમુક સમાજે આજે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે જોકે પશુ પાળવામાં તેઓને નિયમોના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ નડતી હોય છે. તો બીજી તરફ એવા પણ પશુપાલકો છે કે જેમને પશુપાલન કરતા કમાણી વધુ વહાલી હોય છે દૂધ કાઢવાના સમયે પશુ યાદ આવે છે બાકી આખા સમય દરમિયાન પશુ રોડ રસ્તા પર ફરે એ ગમે તે કચરો ખાય તો પણ તો ચિંતા દાખવતા નથી રસ્તા ઉપર ફરતા પશુઓને લઈ પાલિકા તંત્ર કાર્યવાહી કરતું હોય છે જેમાં નિર્દોષ પશુઓને સહેવાનો વારો આવે છે. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 11 પાસે આવેલા જવાહર નગરમાં આવેલા ઢોરવાળા માંથી ટેગિંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી ઢોર પાર્ટીના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ કરવામાં આવી 8000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે ઘરની બહાર પણ બાંધી શકાય નહીં સાથે ગંદકી પણ થાય છે તેને લઈ ને પણ સૂચના આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પશુઓ માટે પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય અને લાંબાગાળાનું આયોજન થવું જરૂરી છે પશુપાલકોને પણ તકલીફ ન થાય અને શહેરીજનોને પણ તકલીફ ન થાય તે માટે વચગાળાનો કોઈ યોગ્ય આયોજન હાથ ધરાવુ જોઈયે જેથી મનુષ્ય અને પાળતુ પશુનુ જે સહ અસ્તિત્વ વર્ષો થી ચાલતુ આવી રહ્યું છે તે આગળ પણ ચાલતું રહે
