Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ગુન્હાખોરી
  • વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને કહેવાતા પત્રકાર દ્વારા ધાક ધમકી આપી પૈસા પડાવવા મામલે ચાર ઇસમોને પોલીસે ઝડપ્યા
  • ગુન્હાખોરી
  • વડોદરા

વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને કહેવાતા પત્રકાર દ્વારા ધાક ધમકી આપી પૈસા પડાવવા મામલે ચાર ઇસમોને પોલીસે ઝડપ્યા

Lokmat News Vadodara September 12, 2025 1 min read
08-02-2025

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની ધમકી આપીને રૂપિયા પડાવનારા ઈસમોને વાડી પોલીસની ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, ફરીયાદી મહમદ ઉવેશ ઇસ્લામુદિન મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તા. 26 જાન્યુઆરી 2025ના રોજ સાંજે આશરે 5 વાગ્યે બે અજાણ્યા ઈસમો ફોર્મલ કપડાંમાં તેમના ગોડાઉન પર આવ્યા હતા. ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સના ભંગારને જોઈ તેમણે પૂછપરછ કરી અને પોતાને પોલીસ અધિકારી ગણાવી GSTનું બિલ માંગ્યું હતું. બાદમાં ત્રીજો વ્યક્તિ કેમેરા અને માઇક સાથે આવી પોતાને પ્રેસનો જણાવી ગોડાઉનનો વીડિયો ઉતારવા લાગ્યો હતો. આરોપીઓએ ફરીયાદીને ધમકી આપી કે સામાન ચોરીનો છે, ગુનામાં ફસાવી દેશે અને પ્રેસમાં લાવી દેશે એમ કહી રૂ. 5 લાખની માગણી કરી હતી.

ફરીયાદી પાસેથી પહેલા રૂ. 60,000 લેવાયા બાદ, 6 ફેબ્રુઆરીએ ફરી એક વખત આવીને 5 લાખની માગણી કરી જેમાંથી રૂ. 50,000 લેવાયા હતા. આ અંગે ફરીયાદી દ્વારા પોલીસમાં અરજી થતાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવી ટેક્નિકલ સૂત્રો અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આરોપી ફરીયાદીનો જ મિત્ર મોઇન આશીફસા દિવાન તથા દિનેશભાઈ નથુરાવ હીરેનાં નામ બહાર આવ્યા. પોલીસે બંનેને ઝડપી પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો – સલીમ સિકંદર શેખ, તજ્જમુલઅલી ઉર્ફે લાલુ સૈયદ અને નિવૃત્ત પોલીસકર્મી હર્ષદભાઈ ગોહીલની સંડોવણી પણ સામે આવી.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ફરીયાદી પાસેથી બળજબરીપૂર્વક લેવાયેલા રૂ. 90,500 રોકડા, એક બાઇક (કિંમત રૂ. 30,000) અને એક ઓટો રિક્ષા (કિંમત રૂ. 1,20,000) સહિત કુલ રૂ. 2,40,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 86

Post navigation

Previous: જામ્બુવા નદી ગાંડીતૂર બની! ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાતા ડ્રાઈવર અને ક્લીનરનું રેસ્ક્યુ કરાયું
Next: ઉત્તરાખંડના વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ વેરાયો, બે ગામ થયા જળમગ્ન

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.