પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની હાજરીમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં “ઓપરેશન સિંદૂર” ગરબા પર ખેલૈયાઓ ઉત્સાહ અને રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા. હતા સમગ્ર ગરબા મેદાન દેશભક્તિના રંગે રંગાયું હતું
પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક ચલાવામા આવેલ ઓપરેશન સિંદૂર દેશભરમાં ગર્વ અને સન્માનનો વિષય બન્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના એ આતંકીઓના કેમ્પ ખતમ કરી દુશ્મનોને મુહતોડ જવાબ આપ્યો હતો જે દેશના वीरતા અને શૌર્યનું પ્રતિક છે. આ ઓપરેશન સિંદૂરને યાદ કરતાં, ગરબા માટે વિશેષ તાજગીભરી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી.
ગરબા શરૂ થતાં જ રસીકો ગરબાની તાલમાં ઝૂમી ઉઠ્યા. સાથે જ સમગ્ર ગ્રાઉન્ડ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાયો, હતો જે જોઈ ઉપસ્થિત લોકોએ દેશભક્તિના ભાવ સાથે ગરબાનો આનંદ માણ્યો. હતો
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ, વડોદરા સાંસદ હેમાંગ જોશી, ભાજપના મહામંત્રી સત્યમકુલાબકર અને ફેસ્ટિવલના આયજકો ઉપસ્થિત રહ્યા. રિટાયર્ડ આર્મીના જવાનો પણ ગરબા જોવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઓપરેશન સિંદૂર પર આધારિત ગરબાની રજૂઆત દ્વારા દેશભક્તિ અને ગરબા ઉત્સાહનું અનોખું સંયોજન સર્જાયું, જે ખેલૈયાઓ અને જોનારાઓ માટે યાદગાર બની રહ્યું છે.
