વડોદરા શહેરને આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકા થી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સ્માર્ટ સિટી નું બિરુદ મળવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરને સુંદર સ્વચ્છ અને સમસ્યાઓ યુક્ત બનાવી શકી નથી. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6 મા આવેલ વારસિયા વિસ્તારના શીતળા માતા મોહલ્લા, નરસિંહ ટેકરી, યાકુતપુરા તેમજ જોગણી માતા મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુર્ગંધ યુક્ત તેમજ લો પ્રેશરથી આવે છે. વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને અનેક રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટર ની ઊંઘ ઊડતી નથી. આજ વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ચૂંટાયા હોવા છતાં પણ વિસ્તારમાં સમસ્યાઓનો નિકાલ કરી શક્યા નથી. પીવાના પાણીના ત્રાસથી કંટાળેલા લોકોએ આજરોજ વારસિયા ખાતે આવેલા પંપીંગ સ્ટેશન ખાતે મોરચો કાઢ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ અને હાલના બોલ કરી અને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળે તેવી રજૂઆત કરી હતી. જો વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ મહિલાઓએ ચીમકી આપી હતી. અલગ અલગ વિસ્તારમાંથી આવેલી મહિલાઓનું કેવું છે કે દુર્ગંધ યુક્ત પાણી પીવાથી અમે છેલ્લા ઘણા સમયથી બીમારી ભોગવી રહ્યા છે છતાં પણ વિસ્તારના કોર્પોરેટરોની ઊંઘ ઊડતી નથી. ચૂંટણી સમયે વોટ લેવા આવતા એક પણ કોર્પોરેટરો અમારા વિસ્તારમાં સમસ્યાઓ જોવા પણ આવતા નથી.
