FY BSC ઓનર્સ માં પ્રથમ સત્રની પરીક્ષા ૦૮ ડિસેમ્બર થી શરૂ થાય છે તથા સત્ર, ૨ ની પૂરક પરીક્ષા ૦૬ ડિસેમ્બર થી ચાલુ થાય છે જેથી અમુક વિષયની પરીક્ષા એક જ દિવસે હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે,
જેથી પ્રથમ અથવા તો દ્રિતીય સત્ર ATKT પરીક્ષા ની તારીખ માં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણી રાહત રહેશે અને વિદ્યાર્થીઓ સારીરીતે પોતાની પરીક્ષા આપી શકશે ત્યારે NSUI ની માંગ છે કે પરીક્ષાની તારીખ માં ફેરફાર કરવામાં આવે.આ સંદર્ભે આવેદન આપવા જતા આજે ડીન ગેરહાજર હતા, જેને લઇ NSUI દ્વારા પ્રોફેસરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને ૧ દિવસમાં ૨ પેપર થી વિદ્યાર્થીઓ ચિંતા તણાવમા આવ્યા છે, તેવું NSUI ના ઉપપ્રમુખ એ જણાવ્યું હતુ. NSUI વિદ્યાર્થી અગ્રણી વાસુ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે અમે આવેદનપત્ર આપી માંગ કરી છે કે જે સેમ વન અને સેમ ટુ નું પરીક્ષાનું જે ટાઈમ ટેબલ ડિક્લેર કરાયું છે તે બંનેની ડેટ સેમ છે જ્યારે વિદ્યાર્થીઓ એટીકેટી ની એક્ઝામ આપતા હોય અને એક દિવસે બે પેપર આપતા હોય ત્યારે બંને પરીક્ષાના સમયમાં માત્ર એક જ કલાકનો સમય મળે છે જેથી વિદ્યાર્થીઓ તણાવ ચિંતામાં આવ્યા છે જેથી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે કે બંને પરીક્ષાની ડેટ પોસ્ટપોન્ડ કરી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યવાહી કરવામાં આવે.
