ડભોઇ કાયાવરોહણ ગામે ડિજીટલ અરેષ્ટ ટોર્ચરિંગ થી કંટાળી ખેડૂતે સોમવારે પોતાના ઘરે આપઘાત કરી લેતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મૃતકના ઘરે સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા સાઈબર ફ્રોડ હવે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનું જણાવી પોલીસ પાસે સદર મામલે સઘન તપાસ કરવા અને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે અતુલભાઇ હિરાભાઈ પટેલ સોમવારે પોતાના ઘરે ઝેરી દવાપી લઇ આપખાય કર્યાની ઘટના બાદ ડિજીટલ અરેસ્ટ નોંકિસ્સો સામે આવ્યો હોવાની ચર્ચા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સુધી પહોંચી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સાઈબર ફ્રોડ ગરીબ અને સામાન્ય જનતાને ટાર્ગેટ બનાવી રહી હોવાનું જણાવી આજે કાયાવરોહણ ખેડૂત અતુલભાઇ પટેલ માં ઘરે સાંત્વના પાઠવી હતી સાથે જ ડભોઇ તાલુકા અને જિલ્લા પોલીસ સદર મામલે સઘન તપાસ કરી રહી હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી કડક કરવા માંગ કરી હતી ખેડૂત દ્વારા આવું પગલું ભરતા સમગ્ર પંથકમાં ચકચાર મજી જવા પામી હતી જોકે પોલીસ માંથી મળતી વિગત મુજબ હજી તપાસ ચાલુ છે ડિજીટલ અરેસ્ટ થયું છે કે નહિ સાથે ભોગ બનનાર ખેડૂતના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા છે અને મોબાઈલ એફ.એસ.એલ ને મોકલવામાં આવ્યો છે તપાસ હજી ચાલુ છે જાણવા મળ્યું છે ત્યારે ધારાસભ્ય એ ડભોઇ ની જનતા ને સાઈબર ફ્રોડ થી સાવધાન રહેવા પણ અપીલ કરી છે
