વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો 58મો જન્મદિવસ આજે સેવાકીય કાર્યો સાથે આત્મીય રીતે ઉજવાયો હતો.
દર વર્ષે તેઓ પોતાના જન્મદિવસે સમાજસેવાની ભાવનાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસ નિમિત્તે પણ માનવસેવાનો અમલ કરતા અનોખી ઉજવણી કરી હતી.
જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત સયાજીબાગ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી. તેઓએ રોજના નિત્યક્રમ મુજબ આજે પણ પક્ષીઓને વિશેષ ચણ નાખીને જીવદયાનો ઉપક્રમ કર્યો હતો.સયાજીબાગ ખાતે યોજાયેલ મુખ્ય સેવાકિય કાર્યક્રમમાં 200થી વધુ દિવ્યાંગજનોને અનાજની કીટ, ધાબળા તથા ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોરજ ખાતે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો સાથે કેક કાપીને, જન્મદિવસની ઉજવણી કરી હતી. વાઘોડિયાની કુમાર શાળામાં પણ લગભગ 1200 વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને આઈસક્રીમ વિતરણ કરવાની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને જન્મદિવસ નિમિત્તે સમર્થકો, શુભચિંતકો અને સંબંધીઓ દ્વારા પ્રત્યક્ષ તેમજ ટેલિફોનિક શુભેચ્છાઓ મળી હતી જે બદલ તેમણે સૌનો હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કર્યો હતો.આમ તેઓના જન્મદિવસની સેવા અને સંસ્કાર સાથે થયેલી આ ઉજવણી લોકહિતની ભાવનાનો સુંદર ઉદાહરણ બની હતી.
