પશ્ચિમ રેલવે વડોદરા પુરી અમદાવાદ ટ્રેનના જનરલ ડબ્બાના કોરીડોરમાંથી કુલ 15 kg ગાંજો કિંમત દોઢ લાખનો જથ્થો ડોગની મદદથી ઝડપી પાડ્યો હતો તેમજ સુરત રેલ્વે સ્ટેશનથી 11 કિલો 990 ગ્રામ ગાંજો કિંમત એક લાખ 25 હજાર 100 ના મુદ્દા માલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો.
આજરોજ નાઈટ ડ્યુટીની ફરજ ઉપર હાજર એસ ઓ જી પશ્ચિમ રેલવે વડોદરા તથા વડોદરા રેલવે પોસ્ટના અધિકારી કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશનને હાજર હતા એસ ઓ જી અધિકારીએ એન ડી પી એસ ડેડીકેટેડ ટીમ સુરતના પોલીસ માણસોને સુરત ઉધના થી ટ્રેન નંબર 12843 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા વડોદરા આવવા સૂચના આપેલ જે સૂચના આધારે એન ડી પી એસ ડેડીકેટેડ ટીમ પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ કર્મચારીઓ અઢી વાગે ઉધનાથી ઉપરોક્ત ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા વડોદરા તરફ રવાના થયેલ અને 4: 22 મિનિટના સુમારે ઉપરોક્ત ટ્રેન વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવતા પહેલા એ એસ આઈ દિનેશ
પરથીજીએ ટેલીફોનિક અધિકારીઓને જાણ કરેલ કે ટ્રેનના એસ 1 અને જનરલ ડબ્બાની વચ્ચેના કોરીડોરમાં બિનવારસી હાલતમાં એક બેકપેક તથા થેલી શંકાસ્પદ જણાયેલ છે જેથી વડોદરા રેલવે હેડ ક્વાર્ટર ખાતે એન ડી પી એસ ડોગ હેન્ડલર એ.એસ.આઈ ગીરીશભાઈ શિવાભાઈ પટેલનાઓને સૂચના આપતા તે વડોદરા રેલ્વે સ્ટેશને આવેલા અને તે સમયગાળામાં ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવતા સ્ટાફ સાથે ડોગ ફાસ્ટરને લઈને ટ્રેનની પાછળના ભાગે શંકાસ્પદ પદાર્થ પાસે લઈ જતા ડોગ કોચમાં ચઢી શંકાસ્પદ પદાર્થ પાસે જઈ સફળતાપૂર્વક પદાર્થને ઇન્ડિકેટ કરી.ડોગ ભસવા લાગેલો જે પદાર્થ વનસ્પતિજન્યનશીલો પદાર્થનું જણાયેલ કુલ ૧૫ કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા દોઢ લાખ તેમજ બેક પેકની કિંમત 200 મળી કુલ 1,50,200 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યારે સુરત રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી એક ઈસમને કુલ 11 કિલો 990 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે સુરત રેલવે પોલીસ તથા આરપીએફએ ઝડપી પાડ્યો હતો સુરત રેલ્વે સ્ટેશન ઉપરએ એસ ઓ જી સ્ટાફ આર પી એફ સુરત રેલ્વેના સ્ટાફ સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનમાં પેસેન્જર ઉપર વોચ કરતા હાજર હતા. દરમિયાન 7:33 મિનિટના સુમારે પ્લેટફોર્મ નંબર એક ઉપર દોન્ડ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન સુરત આવતા રેલવે ચોકીની સામે આવેલ સ્ટોલ પાસેથી બહાર જતી વખતે આરપીએફ સ્ટાફના જોવામાં આવતા એક ઈસમ પાસેના બેગમાં NDPS અંગે શંકા જતા ઇસમને બેગમાં શું છે પૂછતા ગાંજો જણાતા તેનું નામ પૂછતા દીપકભાઈ સ્વાઈ રહે મૂળ ઓડીસા હોવાનું જણાઈ આવતા તે ઇસમની બેગમાંથી 11 કિલો 990 ગ્રામ ગાંજો મોબાઈલ મળી કુલ એક લાખ 25 હજાર 100 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સુરત અને વડોદરામાં ઝડપાયેલ ગાંજા સંદર્ભે પત્રકાર પરિષદમાં અભય સોની પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.
