દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અલગ અલગ ખાતામાં બે હેક્ટરની મર્યાદામાં કૃષિ સહાય આપવા બાબતે કૃષિ વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ને પત્ર લખવામાં આવ્યો છે.જેમાં જણાવાયું છે કે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી આ વર્ષે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિ અને વ્યાપક પાક નુકસાનના કારણે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ લાભાર્થીની પાત્રતા નક્કી કરતી વખતે બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે.પરંતુ એક જ ગામમાં બે ખાતા ધરાવતા ખેડૂતો અથવા એક ગામમાં એક હેક્ટર અને સાથે સીમાડો ધરાવતા બીજા ગામમાં વધુ એક હેક્ટર ધરાવતા ખેડૂતોને અત્યારે માત્ર એક હેક્ટરનો જ લાભ મળે છે.અટલે આવા ખેડૂતોને અન્યાય ન થાય તે માટે—એક જ ગામમાં અલગ ખાતા ધરાવતા અને બે જુદા ગામોમાં ખાતા ધરાવતા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદા હેઠળ સંપૂર્ણ લાભ આપવામાં આવે—તે માટે પત્ર દ્વારા ભલામણ કરી છે.
