વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના કાર્યોને ગતિ આપવા માટે આજે વોર્ડ નંબર–8 ના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા.
ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા ના હસ્તે વોર્ડ–8 ના કુલ 13 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિસ્તારના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, કાઉન્સિલર મીનાબા ચૌહાણ, કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. આજે જે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત થયું તેમાં ઉંડેરા સ્થિત અમરનગર સોસાયટીના ચોકમાં પેવર બ્લોકનું કામ, કરોડિયા ગામ પાસે સ્મશાનવાળા રોડથી જલારામનગર-2 સુધીના પાણીની નડીકાનું કામ, તેમજ ગોરવા આઈટીઆઈ નજીક સત્યમ એપાર્ટમેન્ટ પાસેની ખુલ્લી જગ્યા પર પેવર બ્લોક બિછાવવાના કામો સહિત અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.સ્થાનિક રહીશોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થતા વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને સારો લાભ મળશે.
