જંગલમાં સ્વતંત્ર રીતે જીવતા પશુ પક્ષીઓ દરેક ઋતુ સાથે પોતાને ઢાળી લેતા હોય છે પણ શહેરોમાં પ્રાણી સંગ્રહાલય બનાવી પક્ષીઓને પ્રાણીઓને સીમિત જગ્યા પૂરતા સ્થિર કરી દેવાય છે જંગલના પ્રાણીઓ દરેક ઋતુમાં પોતાનું રક્ષણ કુદરતી રીતે પ્રાપ્ત કરી લેતા હોય છે પણ મનુષ્ય દ્વારા જે પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં મૂક્યા છે તેમના માટે દરેક ઋતુમાં વિશેષ આયોજન થતા હોય છે. જે અંતર્ગત સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ રક્ષાત્મક પગલાં લેવાયા છે જે સંદર્ભે ઝુ ક્યુરેટર પ્રત્યુસ પાટણ કર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે હાલની ઠંડી પ્રાણીઓ માટે સારી ઠંડી કહેવાય છે આ ઠંડીમાં મોટાભાગે પ્રાણી પક્ષીઓનું ખાસ કરીને પક્ષીઓનું પ્રજનન બિહેવિયર સ્ટ્રોંગ રીતે જોવા મળ્યું છે અને બહુ સારા રિઝલ્ટ મળે તેવી અપેક્ષા છે આવનાર દિવસોમાં પણ તાપમાન ઘટે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને શિયાળામાં પ્રાણી પક્ષીઓને વધુ પડતા ઓછા તાપમાનથી બચાવ કરવા માટેના ઝુ દ્વારા તમામ પગલાં હાથ ધરવામાં આવે છે જેમાં પક્ષીઓના પિંજરામાં પવનની દિશામાં ગ્રીન એગ્રોનેટ બંધાવી દીધી છે સવારે નેટ ઉપર કરાય છે અને સાંજે ઝુ બંધ થવાના સમયે ગ્રીન નેટ નીચે કરાય છે
હરણના વાડામાં સૂકું ઘાસ મુકાયું છે. જેનો પથારીમા પણ ઉપયોગ અને ખોરાકમાં પણ ઉપયોગ હરણ કરે છે. માંસાહારી પ્રાણીઓના પિંજરામાં લાકડાના પ્લેટફોર્મ પર તેઓ આરામ મેળવે છે વાંદરાના પિંજરામાં જૂની તાપણાની વ્યવસ્થા છે જેમાં સાંજ પડતા તાપણા કરાય છે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સીઝનના હિસાબે ફેરબદલ કરાય છે શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ તેમના ખોરાક તેમને ઠંડીથી બચાવવા સહિતના વિવિધ ઉપાયો હાથ ધરાયા છે જે સંદર્ભે ઝુ ક્યુરેટર પ્રત્યુંષ પાટણકર દ્વારા માહિતી આપી હતી.
