તારીખ 02ડિસેમ્બરના રોજ જવાહર નગર પોલીસ હદમથક વિસ્તારના રણોલી ગામમાં મહાદેવ મંદિર પાસે રહેતી પરણીતા નેન્સીબેન સોલંકીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી આ બનાવને લઈને મૃતક નેન્સીબેનના પરિવારજનો દ્વારા ગંભીરક્ષકો કર્યા હતા
સમગ્ર બનાવ સંદર્ભે આજે મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન આર ડી કાવા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી તેઓ દ્વારા જણાવ્યું હતું કે બીજી ડિસેમ્બરના રોજ રણોલી ગામમાં મહાદેવ મંદિર પાસે એક હેંગિંગનો બનાવ બનવા પામ્યો હતો ભોગ બનનાર નેન્સીબેન ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી છે આ બનાવની જાહેરાત આપનાર ભાવેશભાઈ છે જે મરણ જનારના પતિ છે ગઈકાલે ચાર વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે કોલ ઉપર વાત થાય છે ગેસનો બોટલ ખાલી થઈ જવા બાબત 4:30 ની આસપાસ અને ત્યાર પછી સવા પાંચની આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે ત્યાં એમના ઉપર ફોન કરીને જાણ કરાય છે કે નેન્સીએ સાડીનો છેડો પંખા સાથે બાંધી જીવાદોરી ટૂંકાવી છે જે માહિતી મળતા ભાવેશ સ્થળ ઉપર આવ્યો હતો નેન્સીબેનને 108 દ્વારા પ્રાથમિક દવાખાને અને ત્યારબાદ એસએસજીમાં લઈ જવાયા હતા દોઢ વર્ષ પહેલાં મૃતક નેન્સીબેન અને ભાવેશભાઈના પ્રેમ લગ્ન થયા હતા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન આર ડી કાવા દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે પીએમ પેનલથી કરવા માટેની ડોક્ટર સાથે વાત કરાઇ છે અને સૂચના અપાઇ છે. તપાસમાં જે કંઈ નીકળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી તપાસ કરાશે પરિવારજનોના આક્ષેપ સંદર્ભે પણ જણાવ્યું હતું કે તેઓ જ્યારે એસએસજીમાં પરિવાર સાથે મળ્યા ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે મારી દીકરીને મારી નાખી છે જોકે એ તપાસનો વિષય છે પીએમ રિપોર્ટ આવ્યા પછી આ મામલે જરૂરી વધુ કાર્યવાહી હાથ ધરાશે.
