તહેવારોને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સેમ્પલ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરા શહેરમાં દરેક ફૂડ સેફટી ઓફિસરે પોતપોતાના બોર્ડમાં ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ નમૂના લેવાની કામગીરી જાળી રાખી હતી. આજરોજ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ વૈભવી હોટલમાંથી પનીરના નમુના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા અધિકારી દ્વારા જણાવ્યું હતું કે રિપોર્ટ બાદ આ પનીર ખાદ્ય છે કે અખાધ્ય તે જાણી શકાશે હોટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન કિચનની અંદર ફૂડ ઇન્સ્પેક્ટરને ખુલ્લો ખોરાક જોવા મળ્યો હતો તેના ઉપર યુઝ બાય ડેટ ના હતી જે અંગે અધિકારીએ કેટલા દિવસ ચાલશે તેવું પૂછતાં પાંચ દિવસ ચાલશે તેવો જવાબ મળ્યો હતો પણ યુસ બાય ડેટ લખી ન હોવાથી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે તહેવાર ટાણે આરોગ્ય શાખાના દ્વારા જે પણ ચીજ વસ્તુના નમુના લેવામાં આવે છે તેનો રિપોર્ટ ખૂબ જ સમય પછી આવતો હોય છે દરમિયાન લોકો તે ચીજ વસ્તુ આરોગી જતા હોય છે અને ત્યારબાદ જો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો કાર્યવાહી થાય છે ત્યારે આજના આધુનિક સમયમાં આટલી ટેકનોલોજી ઉપલબ્ધ હોય ત્યારે તાત્કાલિક રિપોર્ટ સામે આવે તો આરોગ્ય વિભાગની કામગીરી પ્રજા હિતલક્ષી ગણાશે બાકી ચીજ વસ્તુઓ આરોગી લીધા બાદ જો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે છે તો લોકોના સ્વાસ્થને જોખમ સ્વરૂપ તો હોય જ છે આ દરમિયાન પાલિકા દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કે દંડની કાર્યવાહી થતી હોય છે પણ આના કારણે જમીનની ધરાતલ ઉપર કોઈ યોગ્ય બદલાવ આવતો નથી
