વડોદરામાં સમરસ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ રોજ ગરબે રમી માતાની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે
નવરાત્રી પર્વ માતાની ભક્તિ અને શક્તિના ઉલ્લેખ સાથે ઉજવાતો પાવન ઉત્સવ છે. આ નવ દિવસોમાં ભક્તો માતાની આરાધના કરે છે, ગરબામા ભાગ લઈને આત્મિક શાંતિ, ધન્યતા અને આનંદ અનુભવતા હોય છે. ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ ભક્તિ અને સમુદાયની એકતાનું પ્રતિક પણ છે.
ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં નવરાત્રી પર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં, દીપ પાર્ટી પ્લોટની બાજુમાં સમરસ ફાઉન્ડેશન દ્વારા બીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમરસ ગ્રુપ દ્વારા નિશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ, બીજેપી યુવા મોરચાના શહેર મહામંત્રી મૌલિકભાઈ દેસાઈ સહિત સ્થાનિક અગ્રણીઓના પ્રયાસો સાથે આ વર્ષે પણ ગરબા મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો છે.
આયોજકોના જણાવ્યા મુજબ, આસપાસના વિસ્તારમાં કોમર્શિયલ ગરબા યોજાય છે. પણ દરેક માઈ ભક્ત આ કોમર્શિયલ ગરબા માં જઈ શકતા હોતા નથી તેથી લોકલ ગરબા જરૂરી હતા. લોકોની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખીને સમરસ ફાઉન્ડેશનના બેનર હેઠળ આ વિસ્તારમાં નિશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ અને દર્શકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક છે. ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.
નિશાદ વૃંદના ધ્રુમિલ ઉપાધ્યાય સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે રમાડે છે. સ્થાનિક લોકો અને દર્શકો આ આયોજને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખેલૈયાઓ અને દર્શકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. રોજ ખેલૈયાઓ ગરબા રમી, માતાની આરાધના કરી આત્મિક શાંતિ અનુભવે છે. આ વર્ષે ખાસ કરીને આટલાદરા પોલીસ મથકના પીઆઈ પણ ગરબામા ભાગ લઈને માતાની આરાધના કરી રહ્યા છે
સમરસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિશુલ્ક ગરબા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સમુદાયમાં એકતા
લાવનારો પાવન પ્રસંગ તરીકે ઊભર્યો છે.
