ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિર પાસે આવેલી મીઠાઈ ની દુકાનોમાં મોડી સાંજે આગ લાગી હતી ફાયર બ્રિગેડ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
આગ લાગવાની આ ઘટના ગતરોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં બની હતી જ્યારે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા.મંદિરના કોટના દરવાજા નજીક આવેલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી હતી આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડઅને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર વિભાગના બે વાહનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી 45 મિનિટ જેટલી સધન મહેનત બાદ ફાયર બ્રિગેડે આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી યુકે મીઠાઈ ની દુકાનોને નોંધપાત્ર નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
