વડોદરા શહેર-જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર બોર્ડની પરીક્ષાને લઈ એક્શન માં આવ્યું છે, ધોરણ 10 અને 12ની બોર્ડ ની પરીક્ષા ને લઇ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે,
ધોરણ 10ની પરીક્ષા શહેર – જિલ્લાના વિવિધ 45 પરીક્ષા કેન્દ્રો ઉપર તથા ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા શહેર – જિલ્લાના વિવિધ 21 પરીક્ષા કેન્દ્રો થાય તેની વ્યવસ્થા કરવામા આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026મા અંતમાં લેવાનારી ધોરણ 10 અને – ધોરણ 12 સાયન્સ તથા કોમર્સની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તૈયારી ઓ શરૂ કરાઈ છે, ધોરણ 10 ની પરીક્ષા માટે શહેર – જિલ્લામાં કુલ ચાર ઝોન તથા ધોરણ 12ની પરીક્ષા માટે બે ઝોન ઉભા કરવામા આવ્યાં છે. ધોરણ 10ની પરીક્ષા વિવિધ 45 કેન્દ્ર ઉપર અંદાજે 156 બિલ્ડીંગ્સ ખાતે લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સ અંને કોમર્સની પરીક્ષા માટે 21પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. જ્યાં કુલ 66 બિલ્ડીંગ્સ ઉપર પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યું છે.ધોરણ 10ની પરીક્ષા માટે સીસીટીવી થી સજ્જ એવાં 1618 બ્લોક્સ તથા ધોરણ 12ની પરીક્ષા માટે 630 બ્લોક્સ ઉભા કરાયા છે. 12 સાયન્સની પરીક્ષા માટે 7548 વિદ્યાર્થીઓ નોંધાયા છે. શહેર – જિલ્લાના 9 પરીક્ષા કેન્દ્રો ઉપર 41 બિલ્ડીંગ્સ આ પરીક્ષા માટે ઉભા કરાયા છે. 387બ્લોક્સ ઉપર અંદાજે 7500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે અંગે ની વિગતવાર માહિતી જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવા માં આવી હતી,
