વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં દારૂના નશામાં ધૂત વ્યક્તિઓના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં માંજલપુર વિસ્તારના હોરીઝોન કોમ્પ્લેક્સ નજીક દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ ઉપદ્રવ મચાવ્યો હતો. અર્ધનગ્ન હાલતમાં આવેલા આ દારૂડિયાએ ભીભત્સ શબ્દો બોલતાં બોલતાં નજીકમાં પાર્ક કરેલી એક કાર પર ગુસ્સો ઉતાર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા.
આ ઘટનાને પગલે ત્યાં હડકંપ મચી ગયો હતો અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ તરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી દારૂડિયાને કાબૂમાં લઈને હવાલે કર્યો હતો. ઘટના નો વિડીયો પણ સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
