વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો ઉપર ટેમ્પો ચડાવી દેતા ઈજાગ્રસ્તો ને ગોત્રી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા
વડોદરામાં દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે બે જવાબદાર કેટલાંક વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને સહન કરવાનો વારો આવે છે ગોરવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો ઉપર ટેમ્પો ચડાવી દેતા અકસ્માતની ઘટનામાં પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા
જ્યાં તેઓની સારવાર ચાલી રહી છેઇજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા તેમની દીકરી પૂજા મકવાણા રિયા મકવાણા અને સાવન મકવાણા નો સમાવેશ થાય છે પરિવારના વડીલ મહેમુદ મકવાણા જે મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અકસ્માત બાદ તેમના શરીરનો અડધો ભાગ કામ કરવાનો બંધ થઈ ગયો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે વધુમાં પરિવાર જનોએ જણાવ્યું હતું કે ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી જ્યારે કે તેને ડ્રાઇવિંગ આવડતું જ ન હતું અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતા જ શ્રમજીવી પરિવારના ચારેય સભ્યોને કચડી નાખ્યા હતા પરિવારના આક્ષેપ અનુસાર ટેમ્પો ચલાવનાર પાસે લાયસન્સ પણ ન હતું અકસ્માતની ઘટના બાદ ગોરવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ચાલક તેમજ સાથેના બીજા યુવાનની અટકાયત કરી હતી
