પાદરા ના કોટણા ગામે કોઝ્વે પર થી પસાર થતા પઢીયાર પરિવાર ના બે બાળકો પાણી ન પ્રવાહ માં લાપતા બન્યા હતા, મોડી રાત સુધી સ્થાનિકો શોધખોળ હાથ ધરી હતી બીજા દિવસે SDRF અને ફાયર ની ટીમો ધ્વારા લાપતા બાળકો ની શોધખોળ હાથ ધરી હતી.
પાદરાના કોટણા ગામના ઢાઢર ના કોઝવે પર પાણી નો પ્રવાહ વધતા, મોટર સાયકલ પર સવાર હિતેષ પઢિયાર નો પરિવાર બાઈક સાથે નદી માં તણાયો હતો જેમાં હિતેષભાઇ અને તેઓ ના પત્ની ને સ્થાનિકો બચાવી લીધા હતા પરતું પાણી ના પ્રવાહ માં તેઓ ના બે બાળકો લાપતા બન્યા હતા રવિવાર મોડી રાત સુધી સ્થાનિકો એ શોધખોળ હાથ ધરી હતી પરતું ક્યાંય પત્તો લાગ્યો ન હતો ત્યારે સોમવાર સવારથી વડોદરા SDRF અને ફાયર ની ટીમો ધ્વારા લાપતા બાળકો ની શોધખોળ હાથ ધરી હતી બીજી તરફ કોઝ્વે પર ના ઝાડી ઝાખર ઓન જેસીબી ધ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરી હતી
ઘટના સ્થળે વડુ પોલીસ સહિત પાદરા મામલતદાર સાથે નાયબ મામલતદાર પણ દોડી આવ્યા હતા બીજી તરફ ગ્રામજનો ના લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા લાપતા બને લા સોહમ અને દેવ ની શોધખોળ હાથ ધરી હતી વડોદરા ફાયર ફાઇટર સહિત કરજણ ફાયર ફાઇટર તેમજ SDRF ની ટીમે શોધખોળ હાથ ધરી હતી
