વડોદરા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર કપુરાઈ ચોકડી પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક સવાર શાહ દંપત્તિનુ ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા દુઃખદ મૃત્યુ નીપજ્યું છે આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગમાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ પતિ પત્ની શહેરના વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સુંદરમ હાઈટસ સોસાયટીમાં રહેતા હતા પતિ સમીર સુમન શાહ અને તેમના પત્ની બીના સમીર શાહ તેઓ જરોલા વાઘા ડભોઇ પાસે કરિયાણાની દુકાને જતા હતા. અકસ્માતના બનાવ સંદર્ભે કપૂરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પતિ પત્ની બંનેના મૃતદેહોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળેથી કપુરાઈ પોલીસે ટ્રેક્ટર કબજે કર્યું છે.
